Tuesday, April 15, 2014

મંચ દીવાલ (સ્ટેજ વોલ)

અમારી ફાચરિયા પ્રાથમિક શાળામાં એક સુંદર
મંચ દીવાલ (સ્ટેજ વોલ) બનાવવામાં આવી છે. શાળાનાં દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો અહિં કરવામાં આવે છે. શાળામાં મંચ(સ્ટેજ) અને પાછળની દીવાલ કાયમી બનાવેલાં છે. શાળામાં કોઈપણ કાર્યક્રમ હોય ત્યારે મંચ(સ્ટેજ) તૈયાર કરવામાં સમય બગડતો નથી, મંચ(સ્ટેજ) તૈયાર જ હોય છે.
          આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ ગોસ્વામીનાં માર્ગદર્શન નીચે બનેલી આ મંચ દીવાલ (સ્ટેજ વોલ) ઘણું બધુ કહી જાય છે. આ દીવાલમાં એક બાજું શાળાનાં ગણવેશમાં સજ્જ એક વિદ્યાર્થી તથા બીજી બાજુ એક વિદ્યાર્થીની દફતર સાથે શાળામાં આવતાં દર્શાવ્યા છે.
શાળામાં શીખવવામાં આવતાં દરેક વિષયોને અનુરૂપ માહિતી આ દીવાલ ઉપર ચીતરવામાં આવી છે. ભાષાઓ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીની સમજ આપવામાં આવી છે.
આ દીવાલ ઉપર દોરેલ આકાશનાં વાદળોની અંદર મૂળાક્ષરો લખવામાં આવ્યાં છે.
       શિસ્ત, શિક્ષણ, સંસ્કાર અને સન્માનનાં પાયા પર રચાયેલી આ શાળાની ઈમારતને સુત્રોથી શણગારવામાં આવી છે. આ મંચ દીવાલ પર વાંદરો, મગર, ઉંદર અને વાઘનાં કાર્ટૂન બનાવવામાં આવ્યાં છે. આ મંચ દીવાલ ઉપર જેનાથી દિવસ-રાત થાય છે તે સૂર્ય અને ચંદ્ર બનાવવામાં આવ્યાં છે. શાળાની બીજી એક દીવાલ પર વિદ્યાર્થીઓ દોરી શકે તેવાં પ્રાણીઓનાં મ્હોરાં ચિતરવામાં આવ્યાં છે. મંચ દીવાલ (સ્ટેજ વોલ)ની સામેની દીવાલ પર માનવીનાં જુદાં- જુદાં ભાવ વ્યક્ત કરતા ચહેરાઓ બનાવવામાં આવ્યાં છે. મંચ દીવાલ (સ્ટેજ વોલ)ની બાજુની એક દીવાલ પર ગાંધીજી તથા સ્વામી વિવેકાનંદનાં ચિત્રો દોરેલાં છે.
      ચિત્રકામની સમગ્ર કામગીરી શિક્ષકશ્રી જગદીશભાઈ સોલંકીએ કરેલ છે. સાથોસાથ ચિત્રમાં રંગપૂરવાનું કાર્ય શિક્ષકશ્રી મહેશભાઈ મોરવાડિયા તથા શાળાનાં વિદ્યાર્થીઓએ કર્યું છે. સુંદર ચિત્રોથી સજાવેલી આ શાળા ખરેખર મનમોહક છે. 






                             મંચ દીવાલ (સ્ટેજ વોલ)

       

No comments:

Post a Comment