Thursday, December 15, 2011


જીવનના કેટલાક વળાંકો પર આપણે જે
અનુભવો અને પ્રાપ્તિઓ કરતા હોઈએ છીએ તેનો પરમ અનુભવ બીજાઓને પણ કરાવવો જોઈએ એવું હું માનું છું. અહી મારો સ્તુત્ય પ્રયાસ એવો રહેશે કે જેમાં હું મારા અનુભવો તમારી સાથે વહેંચી શકું. ચાલો આ યાત્રા આજથીજ શરુ કરીએ...

વાંચન યાત્રા
  • ડ્રોઈન્ગના સરે કહ્યું, પાડો એક પાડો,
મેં તો એને જોયો નથી અરે, કોઈ દહાડો,
સિંહ જોયો, વાઘ જોયો,
ચાંદાનો ડાઘ જોયો,
મેં તો પછી દોરી નાખ્યા ઝાડ અને પહાડો.
  • બાળકો દુનિયા સમજે છે કારણકે એ દુનિયાદારીથી પર છે.
  • જાતને પૂછીએ: શું આપણે આવું જીવન ન જીવી શકીએ?
  • જે લોકો નવો સમાજ રચવા માગે છે તેમને રાજ્યસતાનું ક્ષેત્ર છોડીને કામ કરવું પડે છે અને તેવા કામમાંથીજ ક્રાંતિ કરવાને જરૂરી સતા એ  લોકો મેળવે છે.(દા. ત. બુદ્ધ-ઈશુ-ગાંધી)
  • નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તે ઘરડો.
  •   શાળામાં બાળકોની સતત ઘટતી જતી સંખ્યા અને ગેરહાજરીથી નામ કમી કરતા શિક્ષકોની વેદના: લીપ્યું ગુપ્યું મારું આંગણું, પગલીનો પાડનાર દ્યોને રન્નાદે ....
  • સંતને શેનોય અભાવ ના હોય.
  • એક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો-What can we do to grow you?     વિદ્યાર્થીએ લખ્યું  If you look at me gently, If you look at me and smile, and smile at me I will grow-I will grow.
  •  સામાન્ય કામ અસામાન્ય પદ્ધતિથી કરે તે સફળ જ થાય.
  • દરેક આપત્તિને ‘તક’માં તબદીલ કરી નાખો.
  • રવીન્દ્રનાથ ટાગોર: Go not to the temple to put
flowers upon the feet of God
First fill your own house with
the fragrance of love.
Go not to the temple to ask for
forgiveness for your sins
first

  • રોજ સવારે વાદળ ગગડે રાતે વરસે પાણી,
વચ્ચે વચ્ચે અંદર કણસે એકલતાની વાણી.
  • હજી કેટલું જીવવાનું છે રોજ સવારે પૂછું,
સમય વિહોણા અંધારાના આંસુ રાતે લૂછું.
  • કરોળિયાએ તંતુ બાંધ્યો બે પર્વતની વચ્ચે,
એ પકડીને સફર કરું છું પહોચ્યો છું અધવચ્ચે.
  • આજ કીડીઓ સમય જાણી ગઈ
કોઈ ઘર કારણ વગર બદલાય છે.
  • નથી મળતી નિખાલસ જીંદગી ક્યાંયે
ભરોસો કેળવે એવી નજર ક્યાં છે?
  • એક ઐસા જલાયે દીયા આજ હમ
અમાવસી રાતકો પૂનમી જો કરે
 રોશની કા જો દિખાવા કરે કેવલ
ઉન સીતારો કી હમકો જરૂરત નહિ.   
  • આગવી -અસલ ઓળખ ઉભી કરો અને તેને ટકાવી રાખો.
  • એક શાણા માણસની ઇચ્છાથી તેની  કબર પર લખેલું વાક્ય:  I realise that I was at fault.
  • મને મારું ઘર મારી આંખોમાં આપો
ને ખિસ્સામાં ચહેરો ઉદાસી વગરનો,
હું પાણી હતો તે છું પાણીની હોડી
મને થાક લાગેજ ક્યાંથી સફરનો.
  • એવા વળાંક પર હવે ઉભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.
અહીંથી જવાય ક્ષણ તરફ અહીંથી સદી તરફ
  • ખૂબ શીખીને કરામત શું મળ્યું?
રોજ ઢાંકીને હકીકત શું મળ્યું?
ખુબ બુદ્ધિશાળી મિત્રો પૂછતા
તે કરી સૌને મહોબ્બત શું મળ્યું?
રૂપ બદલાયા ગુલામીના ફક્ત
મન કરી સઘળે બગાવત શું મળ્યું?
શ્વાસ મિસ્કીન બાણશૈયા થૈ ગયા
મૌન રહેવાની ઓ આદત! શું મળ્યું?
  • ઘણા વર્ષો સુધી અંધારના હર ત્રાસમાં જીવ્યો
સવારે સૂર્ય મારો ઉગશે વિશ્વાસમાં જીવ્યો.
  • બધું સ્થિર થંભી ગયેલુંજ ભાસે
શબ્દો, સ્વરો, સપ્તકો, તાર ઉભા
પવન પણ પડી ગયો અને વહેણ થંભ્યા
લઇ મધ્યમાં છેક પતવાર ઉભા
  • મેં છલકતા શ્વાસની ભીનાશ આપી દીધી છે
ફૂલને અલગ કરી સુવાસ આપી દીધી છે
કોઈ તારું ના રહ્યું અંગત સ્વજન ઘરમાં મનીષ
વસ્ત્ર વિહોણા કરીને લાશ આપી દીધી છે.
  • હોય હિંમત, બદલ દિશા તારી
કાં પછી આ સમીર બદલી જો.
હું વર્ષોથી તમારો ભોમિયો રહ્યો છું. મેં મારું દીલ તમને દીધું છે. મારું દિલ ક્યારેક-ક્યારેક થાકી જતું. બાળકો, મારું દિલ સાવ થાકી જાય ત્યારે હું તમારી પાસે દોડી આવતો. તમારો ખુશાલ કલબલાટ મારા દિલમાં નવી તાકાત રેડી દેતો. તમારા મલકાટમાંથી જોમાની નવી સરવાણીઓ ફૂટી નીકળતી. તમારી કુતૂહલભરી નજરો મારા મનમાં વિચારોનો જુવાળ પેદા કરતી... મારા બાળકો, હું તમને મારા સ્વપ્નોમાં મોટેરા માનવીઓ તરીકે નીરખું છું. તમારામાંથી દરેકમાં મને હિંમતવાન દેશભક્ત, પ્રમાણિક અને જોરદાર હૈયું તેમજ સ્પષ્ટ વિચારો અને સોનાના હાથ ધરાવતો માનવ દેખાય છે.
  • વસીલી આલેક્સાંદોવીચ સુખોમ્લીન્સકી ના પુસ્તક To Children I Give My Heart  માંથી.    


  • જાપાન પાસેથી શીખવા જેવું :
1.       આત્મ સન્માન
2.       ભલમનસાઈ
3.       સ્વસ્થતા
4.       વ્યવસ્થા
5.       ત્યાગ
6.       નજાકત
7.       તાલીમ
8.       સંચાર માધ્યમો
9.       વિવેક બુદ્ધિ
10.   સ્થપતિઓ
  • ગુરુ પણ સાંભળતાં શીખે !!!
  • વધારે સારી ચીજ મેળવવા માટે સારી ચીજ છોડવી પડે, તો તેનો હરખશોક ન કરવો.
  • સફળતા રાજમાર્ગને બદલે કાંટાળા માર્ગ પર વધુ જડપથી પ્રાપ્ત થશે.
  • ભૂખ્યાના મોમાં માછલી મુકવા કરતા તેને માછલી પકડવાનું શીખવવું બહેતર છે.
  • તું ન હોતતો હું.. હું ના હોત,
તારા વિના મારા જીવનની ગાથા અધૂરી હોત.
  • न लेनेकी खबर कुछभी पढाया काजिने ‘दे दे ‘
प्रभु का एही फतवा हे ‘ तू ही दे दे- तू ही दे दे’ |
  • ठिकाना को बदल देना दिलोकी हे मजा वोही,
चूसे जो दिल उसीके पर बहाना आपका लोही|
  • સદા રાજી રે’વું અવર જનને રાજી કરવા, 
બને ત્યાં સુધી તો જન સમૂહના કલેશ હરવા.
બચે જે ખાતા તે, ગરીબ ઉદરાર્થે ખરચવું,
કુટુંબી છે આખું અવનિતલ એવું સમજવું.
  • ગોળ ખાય તે ચોકડા ખમે એ જ છે ન્યાય
જો સુખમાં ખુશ થાય તો દુઃખમાં કાં ન દુખાય?  

No comments:

Post a Comment