Showing posts with label Home. Show all posts
Showing posts with label Home. Show all posts

Thursday, January 17, 2013

Shaixanik pravas - Diu


                                     અમારો શૈક્ષણિક પ્રવાસ 


શાળાઓમાં પ્રવાસતો ઘણા થતા હોય છે. પ્રવાસમાં ફક્ત મોજમજા કરવામાં આવે છે. પરંતુ જો શૈક્ષણિક હેતુંઓને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવામાં આવે તો પ્રવાસ ખરેખર ઉપયોગી બને છે. અમારી ફાચરિયા પ્રાથમિક શાળામાંથી આવા જ એક શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે અમારા બધા માટે યાદગાર બની રહેશે.

શુક્રવાર તા.11-1-2013 નાં વહેલી સવારે 6-45 કલાકે 42 વિદ્યાર્થીઓ, 4 શિક્ષકો અને એસ.એમ.સી. ના સભ્યો સહીત 18 મહીલાઓ મળીને  કુલ 64 પ્રવાસીઓ સાથે  બાપા સિતારામની જય  બોલાવીને અમારી બસે પ્રસ્થાન કર્યુ.  સવારમાં તુલસીશ્યામ નજીક રસ્તા પર એક સિંહ જોયો. કડકડતી ઠંડીમાં બધાને ગરમીચડીગઈ. જંગલનારાજાને નજીકથી નિહાળવાનો લ્હાવો ભાગ્યશાળી લોકોને જ મળતો હોય છે. હરણ,સાબર,મોર,ઢેલ તથા જંગલના પ્રાકૃતિક સૌંદર્યને  નિહાળતા-નિહાળતા