અમારો શૈક્ષણિક પ્રવાસ
શાળાઓમાં
પ્રવાસતો ઘણા થતા હોય છે. પ્રવાસમાં ફક્ત મોજમજા કરવામાં આવે છે. પરંતુ જો
શૈક્ષણિક હેતુંઓને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવામાં આવે તો પ્રવાસ ખરેખર ઉપયોગી બને
છે. અમારી ફાચરિયા પ્રાથમિક શાળામાંથી આવા જ એક શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન
કરવામાં આવ્યું હતું. જે અમારા બધા માટે યાદગાર બની રહેશે.
શુક્રવાર તા.11-1-2013 નાં વહેલી
સવારે 6-45 કલાકે 42 વિદ્યાર્થીઓ, 4 શિક્ષકો અને એસ.એમ.સી. ના સભ્યો સહીત 18 મહીલાઓ
મળીને કુલ 64 પ્રવાસીઓ સાથે “બાપા સિતારામની જય” બોલાવીને અમારી બસે પ્રસ્થાન કર્યુ. સવારમાં
તુલસીશ્યામ નજીક રસ્તા પર એક સિંહ જોયો. કડકડતી ઠંડીમાં બધાને ગરમીચડીગઈ. જંગલનારાજાને નજીકથી નિહાળવાનો લ્હાવો ભાગ્યશાળી લોકોને જ મળતો હોય છે. હરણ,સાબર,મોર,ઢેલ
તથા જંગલના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળતા-નિહાળતા
અમે તુલસીશ્યામ પહોંચ્યા. તુલસીશ્યામ શ્યામસુંદર ભગવાનના દર્શન કર્યા તથા રુક્ષ્મણીમાતાનાં દર્શન ઉપર ડુંગર ચઢીને કર્યા. ગરમપાણીનાં કુંડમાં હાથપગ ધોયા તથા જમીન નીચેથી આવતા ગરમ પાણીનું વૈજ્ઞાનિક રહસ્ય બાળકોને બતાવવામાં આવ્યું હતું. ફ્રેશ થઈને પાછાં બધા બસમાં ગોઠવાયા.
અમે તુલસીશ્યામ પહોંચ્યા. તુલસીશ્યામ શ્યામસુંદર ભગવાનના દર્શન કર્યા તથા રુક્ષ્મણીમાતાનાં દર્શન ઉપર ડુંગર ચઢીને કર્યા. ગરમપાણીનાં કુંડમાં હાથપગ ધોયા તથા જમીન નીચેથી આવતા ગરમ પાણીનું વૈજ્ઞાનિક રહસ્ય બાળકોને બતાવવામાં આવ્યું હતું. ફ્રેશ થઈને પાછાં બધા બસમાં ગોઠવાયા.

દીવ પહોંચીને બધા ચાલીને હોડી
સ્ટેંડે પહોંચ્યા. હોડીમાં બેસીને બધાએ દરિયામા પાણી વચ્ચે આવેલી જેલ “પાની
કા કોઠા” ને નજીકથી નિહાળી. હોડીમાં બધાએ સંગીત-ડીસ્કોની મજા કરી. એસ.એમ.સી.ની
મહીલાઓએ ગીતો ગાયા. દીવની માર્કેટમાંથી બાળકોએ પોતપોતાને મનગમતાં રમકડાંઓની ખરીદી
કરી. ત્યારબાદ બધા ચાલીને કિલ્લા પાસે પહોંચ્યા હતાં.
ત્યાં બધાએ આઈસ્ક્રીમનાં કોન ખાઈને શરીરને ઠંડા કર્યા હતાં. કિલ્લામાં દિવાદાંડી,
તોપો, અનાજનાં કોઠારો, ઢાળવાળા રસ્તા, જેલ, પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા વગેરે
ફિરંગી લોકોની સુશાસન વ્યવસ્થાનાં પુરાવાઓ નજરે નિહાળ્યા. આચાર્યશ્રી જિજ્ઞેશભાઈએ દરેક
સ્થળે વિદ્યાર્થીઓને તે સ્થળની વિશિષ્ટતા તથા મહત્વ સમજાવી યોગ્ય શૈક્ષણિક
માર્ગદર્શન પુરું પાડ્યુ હતું.
સુંદર છાંયાવાળી એક દરિયાકાંઠાની
જગ્યાએ બધાએ સાથે લાવેલાં થેપલાં, સુકીભાજી તથા દહીં ખાઈને બપોરનું ભોજન કર્યુ.
દરિયાની ખુલ્લી હવા અને કકડીને લાગેલી ભૂખમાં થેપલાં, સુકીભાજી, દહીં તથા છાશ
બત્રીશ ભાતનાં ભોજન જેવાં લાગતાં હતાં.
ગંગેશ્વરમાં એસ.એમ.સી.ની મહીલાઓએ ધૂનની રમઝટ
બોલાવી. ત્યારબાદ બધા નાગવા બીચ પહોંચી દરિયાનાં ખારાં- ખારાં પાણીમાં ખૂબ-ખૂબ
નાહ્યા. તુલસીશ્યામ સાંજનો પ્રસાદ લઈને સ્વા.સંસ્કારધામ-જીરા દર્શન કરીને અમારા
ગામ ફાચરિયા પહોંચ્યા.
સમગ્ર પ્રવાસનો ખર્ચ દાતાશ્રી
નાનજીભાઈ પદમાણીએ તેમના પુત્ર સ્વ. પ્રવિણભાઈ પદમાણીની વાર્ષિક પુણ્યતીથિએ આપેલો
હતો. ખરેખર આ પ્રવાસમાં કરેલ સિંહ-દર્શન અને દીવનાં નાગવા બીચનાં દરિયામાં કરેલું
સ્નાન બધાને માટે યાદગાર બની રહેશે.


No comments:
Post a Comment