Saturday, January 26, 2013

26 january 2013



                      64મો પ્રજાસતાક દિન   

64મો પ્રજાસતાક દિન ફાચરિયા પ્રા. શાળામાં ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. ઠંડા પવન વચ્ચે પણ ગામલોકોએ આ ઉજવણીમાં ભાગ લઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ વખતની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ અભ્યાસને લગતી કૃતીઓ રજુ કરી હતી. જેમાં ગામની માહિતી, પ્રવાસ-અહેવાલ, ગુજરાતની માહિતી, ઘડીયા, શાળાની માહિતી ગુજરાતી તથા અંગ્રેજીમાં, ચારિત્ર્ય-કથન, શૈક્ષણિક પાઠનું નાટક વગેરે દર્શાવાયા હતાં. આગલા દિવસે એટલે કે, 25 જાન્યુઆરી- મતદાર-દિવસ યોજાયેલી ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમે વિજેતા થયેલાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અપાયાં હતાં. દરેક કૃતીમાં ભાગ લેનારને પ્રોત્સાહીત ઈનામો પણ અપાયાં હતાં. આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ ગૌસ્વામીએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



No comments:

Post a Comment