Wednesday, March 12, 2014

મેલડી માતાજી






                           મેલડી માતાજી
            ફાચરિયા ગામની સીમમાં આવેલું મેલડી માતાજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિર તળાવિયા પરિવારની વાડીમાં આવેલું છે. મંદિરની બાજુમાં ડેમ આવેલો છે. ડેમનાં પાળા ઉપર ઉભાં રહીને પ્રકૃતિને નિહાળવાની મજા અનેરી છે. મેલડી માતાજી ફાચરિયા ગામનાં લાડકાં માતાજી છે. ગામલોકો દરેક કામમાં મેલડી માતાજીને સ્મરે છે. લોકો માતાજીની માનતાં રાખે છે, અને તાવો કરે છે. મેલડી માતાજી ભક્તની શ્રધ્ધા મુજબ દરેક મનોકામના પુર્ણ કરે છે. દર વર્ષે ચૈત્ર માસમાં મેલડી માતાજીનો માંડવો હોય છે. આ માંડવા વખતે સતત બે દિવસ સુધી ડાકલાં તથા રાત્રિનાં ભજનનો કાર્યક્રમ હોય છે.                                                                                                                                              આ સમય દરમ્યાન બહારગામથી ઘણાં લોકો આવે છે અને મેલડી માતાજીનાં મંદિરે મેળા જેવો માહોલ થાય છે. મેલડી માતાજીનાં દર્શનનો લ્હાવો લેવાં જેવો છે.

No comments:

Post a Comment