Wednesday, March 12, 2014

દાતાર બાપુની દરગાહ






                        દાતાર બાપુની દરગાહ
                       અમારા ગામમાં દાતાર બાપુની દરગાહ છે. આ દાતાર બાપુની દરગાહ એક ટેકરી ઉપર આવેલી છે. ફાચરિયા ગામમાં પ્રવેશતાં  જ દરગાહની લીલી ધજાનાં દર્શન થાય છે.  ગામમાં એકપણ મુસ્લીમ પરિવાર રહેતો નથી. ગામમાં પટેલ, રાજગોર બ્રાહ્મણ, રબારી, બાવાજી, બ્રહ્મક્ષત્રિય અને કડિયા કુંભાર જ્ઞાતિનાં હિન્દુ પરિવારો વસવાટ કરે છે.   છતાં પણ ગામમાં દાતાર બાપુની દરગાહનો મહિમા અપરંપાર છે. દરગાહ પર ગામલોકો ચાદર ચઢાવવા જાય છે.  સુખડીની પ્રસાદી કરીને બધાંને વહેચવામાં આવે છે. ઘણીવાર શાળામાંથી બાળકો અને શિક્ષકો પણ દરગાહનાં દર્શન કરવા જાય છે.    આજે કોમી ભેદભાવથી મોટાં શહેરોમાં એક-બીજાનાં ખૂન કરીને માનવ, માનવનાં લોહીનો તરસ્યો બન્યો છે, ત્યારે આ ફાચરિયા ગામ પાસેથી કાંઈક શીખવા જેવું ખરું?

No comments:

Post a Comment