Tuesday, March 18, 2014

સનાતનધામ (બાપા સિતારામ)











                                  સનાતનધામ (બાપા સિતારામ)
સનાતનધામ (બાપા સિતારામ)નું મંદિર ફાચરિયા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલું છે. ગામમાં આવો એટલે બાપા સિતારામનાં દર્શન અચુક થાય જ. આ મંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૬૯ કારતક સુદ બીજને ગુરુવાર તા.૧૬-૧૧-૨૦૧૨નાં રોજ કરવામાં આવી છે. આ મંદિરની પ્રતિષ્ઠા વખતે આખું ગામ ઘેલું બન્યું હતું અને શાળામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત ત્રણ દિવસ સુધી ગામ ધુમાડાબંધ હતું. (ધુમાડાબંધ એટલે આખા ગામને ભોજનનું આમંત્રણ). ટ્રેક્ટરમાં બાપા સિતારામની આરસમાં કંડારેલ નવનિર્મિત મૂર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાનું ગામની બાલીકાઓ તથા મહિલાઓએ માથે કુંભઘડો લઈને સામૈયું કર્યું હતું.  ગામલોકો આ શોભાયાત્રામાં ખૂબ નાચ્યા હતાં. મંદિરમાં હવન કરવામાં આવ્યો હતો. શાળામાં રાત્રિનાં રાસ-ગરબાં તથા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.  ગામના જ હરસુખભાઈ ગોંડલિયા સવાર-સાંજ આરતી કરે છે. આ મંદિરનાં નિર્માણમાં ફાચરિયા યુવક મંડળ-સુરતનો અમૂલ્ય ફાળો રહ્યો છે. મંદિરનાં નિર્માણમાં યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મંદિરનાં નિર્માણમાં સમગ્ર માર્ગદર્શન ફાચરિયા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી જિજ્ઞેશભાઈએ આપ્યું છે. પેઈટીંગની સમગ્ર કામગીરી શિક્ષકશ્રી જગદિશભાઈ સોલંકીએ કરી છે. સુંદર ત્રિકોણાકાર જગ્યામાં બનાવેલ આ મંદિર ગામનું આભૂષણ છે.  

No comments:

Post a Comment